વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ એમીના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26 નામના યુવાનને તેની પત્ની સાથે વતનમાં જવા મામલે મનદુઃખ થતા લાગી આવતા પોતાની જાતે ગત તા.-25/07 ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.

