મોરબી એ ડીવીઝન પી આઈ અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ હાઈવે પરથી ક્રેટા કારમાં એક શખ્સ હથીયાર સાથે મોરબી તરફ આવી રહ્યો હોય અને તેની પાસે લાયસન્સ વિનાનું હથીયાર હોય આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજપર ચોકડી પાસે જીજે 27 ઈડી 0016 નમ્બરની કાર રોકાવી હતી જેની તલાસી લીધી હતી તલાસી દરમિયાન કારમાંથી ઓટોમેટિક લોડ વાળી એક પિસ્તોલ તેમજ 5 જીવતા કારતુસ મળી આવ્યા હતા કાર ચાલકની પૂછ પરછ કરતા તેને પોતાનું નામ રમેશ ઉર્ફે માલદે બાબુભાઈ ચાવડા ખોડીયારનગર વિસ્તાર ઉમિયા સર્કલ વિસ્તાર પાસે રહેતા હોવાનું જણાવ્યું હતું તેમજ તેની પાસે રહેલા હથીયારનું લાયસન્સ ન હોવાનું જણાવતા પોલીસે આરોપી રમેશ ઉર્ફે માલદેની ધરપકડ કરી હતી અને તેના વિરુધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

