હળવદના ખુણે ખુણામાં લોક સેવાની સુવાસ ફેલાવી અગ્રેસર રહેતી સંસ્થા એટલે રોટરી કલબ ઓફ હળવદ અને સાથે 7 વિવિધ કલબોનો આજે શહેરના આગમન પાર્ટી પ્લોટમાં 10મો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ કલબોના પ્રેસિડેન્ટ,સેક્રેટરી અને બોર્ડ મેમ્બરોએ વર્ષ 2024/25 માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું.
હળવદ શહેરમાં આવેલા આગમન પાર્ટી પ્લોટમાં રોટરી સાથે સંકલિત વિવિધ કલબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, અને બોર્ડ મેમ્બરોએ વર્ષ 2024/25 માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું જેમાં રોટરી ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે રોહિતભાઈ ચંદુભાઈ મેંઢા અને સેક્રેટરી તરીકે મનીષભાઈ દેથરીયાએ શપથ લીધા હતા સાથે રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ કલ્પેશ દવે અને સેક્રેટરી ચિરાગ ગુપ્તા,ઇનરવીલ ક્લબમાં પ્રેસિડેન્ટ અલ્પાબેન ગઢીયા અને સેક્રેટરી પાયલબેન પુજારા,આર.સી.સી.ક્લબ હળવદમાં પ્રેસિડેન્ટ બળદેવભાઈ પંચાસરા અને સેક્રેટરી ગોરધનભાઈ સુરાણી,આર.સી.સી.ક્લબ ટીકરમાં પ્રેસિડેન્ટ રવિભાઈ દેથારીયા અને સેક્રેટરી હસમુખભાઈ એરવાડીયા,ઇન્ટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ વિવેક રાવલ અને સેક્રેટરી કરણ ચાવડા,અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં પ્રેસિડેન્ટ શુભમ લાખાણી અને સેક્રેટરી જૈમિન પરમારે પદગ્રહણ કર્યું હતું આજે યોજાયેલા 10મા પદગ્રહણ સમારોહમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે સુરતથી રોટરી ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષારભાઈ શાહ તથા ચીફ ગેસ્ટ તરીકે નગરપાલિકા હળવદના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલોરિયા
તેમજ અરલીએક્ટ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણા તથા આસિસ્ટન્ટ ગવર્નર રસ્મિનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં આજુબાજુની કલબોના હોદ્દેદારો,આમંત્રિત મહેમાનો અને હળવદની સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇવેન્ટ ચેર રીતેશભાઈ કારિયા અને અંકિતભાઈ લખતરીયા તેમજ ડો. હર્ષદભાઈ લોરિયા, નરભેરામભાઈ અઘારા અને રોટરી ક્લબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી જેમાં ગજેન્દ્રભાઈ મોરડીયા અને પ્રતિકભાઈ પાઠક દ્વારા પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યું હતું.

