હળવદ પંથકમાં થઈ રહેલ વરસાદને પગલે તેમજ નર્મદા કેનાલમાંથી પાણીની થઇ રહેલ આવકને કારણે હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસેના શક્તિસાગર (બ્રાહ્મણી 2) ડેમ રૂલ લેવલ મુજબ 100 % ભરાઈ ગયેલ છે અને પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા ડેમનો 1 ગેટ 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે અને નદીના પટમાં 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે કારણથી ડેમના નજીકના નીચાણવાળા વિસ્તારમાં આવતા સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ આ તમામ ગામોને એલર્ટ અપાવામા આવ્યું છે, જેથી ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ તકેદારીના પગલા લેવા સુચના આપવામાં આવેલ છે.

