HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) મોરબીના વાવડી રોડ ગાયત્રીનગરમાં ત્રણ મહિલા સહીત નવ જુગારીઓ ઝડપાયા

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ગાયત્રીનગર-1 માં આરોપી કાનજીભાઇના રહેણાંક મકાનમાં જુગાર રમતા કાનજીભાઇ ભીમજીભાઇ ખટાણા, કાંતીલાલ ભગવાનજીભાઇ સાવરીયા, સુરેશભાઇ ગોવીંદભાઇ સાવરીયા, જયદીપભાઇ અણદાભાઇ આલ, અનીલભાઇ ભગવાનજીભાઇ પરમાર, જગદીશભાઇ મોતીભાઇ નૈયા, ચેતનાબેન નવીનભાઇ ગુર્જર, અંજલીબેન ધર્મેન્દ્રભાઇ ગૌસ્વામી અને મીનાબેન કાનજીભાઇ ખટાણા નામના તમામ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 40,120 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે નવ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)વાંકાનેરના જોધપર ગામના ઓવરબ્રીઝ પાસે દેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેરના જોધપર ગામના ઓવરબ્રીઝ પાસે દેશી દારૂ સાથે નાંગભાઈ ઉર્ફે નાગરાજ નકુભાઈ ધાધલ અને ભાભલુભાઇ શીવકુભાઈ કરપડા ને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સોની GJ-33-B-8866 નંબરની સફેદ કલરની ટાટા ટીગોર કારમાંથી દેશી દારૂનો કુલ રૂ.- 12,500 અને તે શખ્સો ની કાર સહીત કુલ રૂ.- 3,12,500 નો મુદામાલ પોલીસે કબ્જે કરી, તે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

(3)મોરબીના દલવાડી સર્કલ પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

મોરબી શહેરના દલવાડી સર્કલ નજીક આવેલ પચીસવારીયા નજીકથી પોલીસ દ્વારા મળેલ બાતમી આધારે રેડ મારતા તે સ્થળે જુગાર રમતા આરોપી રાકેશભાઇ દિલીપભાઇ કોરડીયા, દીનેશભાઇ મોહનભાઇ રાઠોડ અને કાસમભાઇ હુશેનભાઇ શેખને ઝડપી લીધ હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ.- 2460 ના મળેલ મુદામાલ પોલીસે જપ્ત કરી તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4)મોરબીના રવાપરમાં આવેલ હીરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર ના પુત્રને આચકી આવતા મોત

મોરબીના રવાપર ગામમાં આવેલ હીરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે નોકરી કરતા ગોવિંદભાઈ ચદુંભાઈ બીસ્ટનો પરિવાર તે હીરલ એપાર્ટમેન્ટની ઓરડીમાં રહેતો હતો. ગોવિંદભાઈના પુત્ર રીશ્વંતને ઓરડીમાં અચાનક આચકી આવ્યા બાદ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.બાદમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW