વાંકાનેરના કોઠારિયા ગામે એલસીબી ની ટીમે દરોડા પાડતા તે ગામના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં GJ-36-L-8269 નંબરની હુન્ડાઈ એકસન્ટ કાર રેઢી પડી હતી. જે બાદ કારમાં તપાસ કરતા તેમાંથી વ્હીસ્કીની બોટલો નંગ-264 કુલ કિંમત રૂ.- 1,01,820 અને બીયર ટીન નંગ-96 કુલ કિંમત રૂ.- 9,600 અને શખ્સની કાર સહિત કુલ રૂ.- 5,11,420 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ સ્થળે હાજર ન મળતા રેઢી પડેલી કારના માલિક પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નામના આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

