HomeGujaratવાંકાનેરમાં એકાએક ટ્રક ચાલકે બ્રેક મારતા કાર ટ્રકની પાછળ ઘુસી, ત્રણ લોકોને...

વાંકાનેરમાં એકાએક ટ્રક ચાલકે બ્રેક મારતા કાર ટ્રકની પાછળ ઘુસી, ત્રણ લોકોને ઈજા

વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી થોડે આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીરથ હોટલની પાસે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા GJ-36-AF-0443 નંબરની ટાટા કંપનીની નેક્સોન ફોરવ્હીલ કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારમા બેઠેલ દર્શનકુમારને માથામાં થતા સાહેદ સ્વપ્નીલભાઇને ડાબા હાથમા, હાર્દીકભાઇને ડાબા પગે ફેકચર તથા અજીમુદીનભાઇને માથાના ભાગે મુંઢ ઇજા પહોચી હતી. આ અકસ્માત બાદ અજાણ્યા ટ્રકનો ચાલક ટ્રક લઇ નાશી ગયો હતો.આ બનાવ અંગે દર્શનકુમાર રાજેશકુમાર મેરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે,પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW