મોરબીના હરીપર ગામે ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા હરીપર (કેરાળા) ગામના બસ સ્ટેન્ડની સામે દારૂ સાથે વિનોદભાઇ હરખજીભાઇ રૂપાલાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી દારૂ બોટલો નંગ-24 કુલ કિંમત રૂ.- 2400 નો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. આ શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

