મોરબીના લાયન્સનગરમાં રહેતા સુલતાનભાઈ પ્યારઅલી જેસાણી ને આરોપી શારદાબેન સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી પ્રેમ સંબધ હતા અને બંને એકાંતમાં મળતા હોય અને વાતો ચિતો કરતા હતા. જે બાબતની જાણ આરોપી રાણાભાઇ વેગડા ને થતા તેની પત્ની શારદાબેને પોતાના ઘર પાસે સુલતાન વિષે બીજા માણસો સાંભળે તેમ મોટે મોટેથી ગાળો આપી બદનામી કરતા હોય, તે બાબતે સુલતાનને જાણ થતા તે આરોપીઓને શા માટે પોતાને બદનામ કરો છો તેમ કહેવા જતા આરોપી રાણાભાઇ અને શારદાબેને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરમાંથી ખુલ્લી તલવાર લાવતા આરોપી શારદાબેને સુલતાનને પકડી રાખી રાણાભાઇ એ તલવાર વડે ઈજા પહોચાડી આંગળી કપાઈ જતા ગંભીર ઈજા પહોંચાડી હતી.આ બનાવ અંગે સુલતાનભાઈએ તે બને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

