HomeGujaratયુવાનને સ્ટંટ કરવું ભારે પડ્યું, વાંકાનેર નેશનલ હાઇવે પર બાઈક પર સ્ટંટ...

યુવાનને સ્ટંટ કરવું ભારે પડ્યું, વાંકાનેર નેશનલ હાઇવે પર બાઈક પર સ્ટંટ કરતા યુવાનને પોલીસે પકડ્યો

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઈક વડે જીવ જોખમે સ્ટંટ કરતા યુવાનનો વિડિયો વાયરલ થયો હતો.જે બાદ આ વિડીયોના સમાચાર દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ થતા સ્ટંટબાજને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું.માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર તેમજ ગ્રામ્ય રોડ રસ્તા ઉપર જોખમી બાઈક સ્ટંટ કરતા યુવાનનો વીડિયો વાયરલ થયા બાદ વાંકાનેર સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વાંકાનેરના તિથવા ગામે રહેતા આરોપી ઇરફાન મકબુલશા શાહમદાર ઉ.21 નામના યુવાનને પકડી પાડ્યો હતો. પીઆઇ એચ.વી.ઘેલા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ ચાવડા તેમજ દર્શીતભાઈ વ્યાસ સહિતના કર્મચારીઓ આ કામગીરી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW