HomeGujaratસીલીકોસીસ પીડીતો માટે રાજ્યસરકાર પુનર્વસન નીતિ લાગુ કરવા માંગ, ધારાસભ્યને રજુઆત કરાઈ

સીલીકોસીસ પીડીતો માટે રાજ્યસરકાર પુનર્વસન નીતિ લાગુ કરવા માંગ, ધારાસભ્યને રજુઆત કરાઈ

તારીખ-02/07/2024 ના રોજ સીલીકોસીસ પીડીત સંઘના પ્રતીનીધી મંડળે મોરબી ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના કાર્યાલયની મુલાકાત લીધી. અગાઉ તા-24/04/2024 ના રોજ પીડીત સંઘ દ્વારા ધારાસભ્યની મુલાકાત કરી સીલીકોસીસ પીડીતોની પરીસ્થિતિ જણાવી હતી. ત્યારે ચર્ચા થતાં ધારાસભ્ય કાંતીભાઈએ આપણે જણાવ્યું હતું કે જે જે રાજ્યોમાં સીલીકોસીસ પુનર્વસન નીતી હોય તેની વીગત મને આપશો તો હું વીધાનસભામાં રજુઆત કરીશ.

2 જુલાઇના રોજ ધારાસભ્યના કાર્યાલયની મુલાકાત લીધી ત્યારે તેઓ હાજર ન હતા, પણ તેમના મદદનીશને મળીને રાજસ્થાન, ઝારખંડ, પ.બંગાળ, હરીયાણા,છત્તીસગઢ રાજ્યની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યના સીલીકોસીસ પીડીતોના પુનઃવસન માટે ઘડેલી નીતીઓની નક્લ સુપરત કરી હતી. મોરબીનો સીરામીક ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, સીરામીક ઉદ્યોગમાં અમુક વીભાગોમાં કામ કરનાર કામદારોને માંથી ફેફસાંના ગંભીર રોગ સીલીકોસીસનું જોખમ રહેલું છે.સીલીકોસીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી રહી છે. કેટલાક કામદારો સીલીકોસીસને કારણે નાની વયે મૃત્યુ પામ્યા છે.આ બીમારીથી આજ સુધી ઘણા કામદારો મૃત્યુ પામ્યા છે, પણ તેના સત્ત્તાવાર આંકડાં પ્રસાશન પાસે ઉપલબ્ધ નથી.

રાજસ્થાન સરકાર , પશ્ચિમ બંગાળ સરકાર , હરીયાણા સરકાર , ઝારખંડ સરકાર , છત્તીસગઢ સરકાર સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી બનાવેલ છે અને લાગુ કરેલ છે તેવી રીતે ગુજરાત સરકાર પણ ઘડી અને લાગુ કરે તેવી માગણી ઘણા સમયથી સીલીકોસીસ પીડીતો કરી રહ્યા છે.રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ ( NHRC ) દ્વારા 2017 માં ગુજરાત સરકારને સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી ઘડી લાગુ કરવા ભલામણ કરી હતી અને તે પછી અવાર નવાર પંચ તેનું સ્મરણ સરકારને કરાવે છે. આ ભલામણ સ્વીકારી વહેલી તકે ગુજરાત સરકાર સીલીકોસીસ પીડીતો માટે નીતી બનાવે અને લાગુ કરે જેથી સીલીકોસીસ પીડીતોનું જીવન સહ્ય બને.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW