HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

  • હળવદના ત્રણ માળીયા ક્વાટરની પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ત્રણ માળીયા કવાટરની ઓફીસ પાસે રેડ મારતા તે સ્થળેથી જુગાર રમતા રમેશભાઈ હેમુભાઈ ઉડેચા, ઇલ્યાસભાઈ ઉર્ફે અલી અબ્દુલભાઈ મોકરસી, મેહુલભાઈ લાભુભાઈ ધામેચા અને હરેશભાઈ જેઠાભાઈ રબારી નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સ પાસેથી કુલ રોકડ રૂ.- 3,100 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો. હળવદ પોલીસે તે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબીના બેલા ગામે દેશી દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બેલા ગામે આવેલ એલીકા પેપરમીલ પાસે રેડ મારતા ત્યાં દેશી દારૂ સાથે પ્રકાશભાઇ રામુભાઇ મંદોરીયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.- 260 નો મુદામાલ ક્બ્જે કરી, તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.

  • મોરબીના વાધપર પીલુડી ગામે કારખાનામાં કામ કરતી વેળાએ મશીનમાં આવી જતા શ્રમિકનું મોત

મોરબીના વાઘપર પીલુડી ગામની સીમમાં આવેલ બ્રોન સોલ્ડ એલએલપી નામના કારખાનામાં રહેતા અને કામ કરતા લોમેશકુમાર પ્રતાપ યાદવનું ગઈકાલે કારખાનામાં કામ કરતી વખતે મશીનમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો. એ બી યાદવે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

  • હળવદમાં યુવાનને ચક્કર આવતા પાણી ભરેલા ખાડામા પડી જતા મોત

હળવદના રાયસંગપર ગામે અમૃતભાઈ હમીરભાઈ ચૌહાણની વાડીએ કામ કરતા મૂળ છોટા ઉદેપુર વતની પરેશભાઈ શંભુભાઈ નાયક નામનો ખેત શ્રમિક ચાલીને જતો હોય ત્યારે અચાનક ચક્કર આવતા પાણી ભરેલા ખાડામા ઊંધા ડૂબી જતાં ત્યાં મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ડો. બીજલ મરિયાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.


RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW