HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડમાં જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસનો આવતીકાલે કાર્યક્રમ યોજાશે

હળવદ માર્કેટિંગ યાર્ડમાં જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસનો આવતીકાલે કાર્યક્રમ યોજાશે

નવા કાયદાની આવતીકાલથી અમલવારી થશે – લોક જાગૃતિ માટે કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ

ભારત સરકાર દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની અમલવારી આવતીકાલથી થવાની છે ત્યારે શું છે નવા કાયદાની અમલવારી તેની જાગૃતિ માટે હળવદ પોલીસે આવતી કાલે સવારે 11/30 કલાકે હળવદમા આવેલા માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને કાયદા શિશે જાણકારી મેળવવા હળવદ પોલીસે જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે.
ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,ભારતીય સાક્ષ્ય અધિનિયમ.2023 કાયદો આવતીકાલથી એટલે કે 1/7/24થી અમલીકરણ થવાનો છે ત્યારે આ કાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી કરીને જાહેર જનતા કાયદા વિશે જાગૃતિ લાવવા હળવદ પોલીસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW