HomeGujaratમોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તલાટી મંત્રીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તલાટી મંત્રીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ

હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના લગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મોરબી જિલ્લો પણ હોય અને મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેથી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય છે જેથી નીચે મુજબની સુચનાઓનું પાલન કરવા આથી પરિપત્ર કરવામાં આવે છે.
તલાટી કમ મંત્રીઓને ફરજિયાત હેડક્વાર્ટર પર રહેવા માટેની સુચના આ૫વામાં આવી છે સાથે સાથે સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી(પંચાયત)ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવું.
તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચશ્રીને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવાનું રહેશે.
તાલુકા વિકાસ અઘિકારી દ્રારા બિન અઘિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીનીજે તે દિવસની બિન પગારી રજા ગણવાની રહેશે અને વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવી છે
વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીએ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવાની રહેશે અને તેનો હકીકત લક્ષી અહેવાલ તાલુકા વિકાસ અઘિકારી મારફત અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે.
ગ્રામ્ય કક્ષાએ ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તલાટી કમ મંત્રીએ તૈયાર કરવીતેમજ આ બાબતની કામગીરીની ચકાસણી વિસ્તરણ અઘિકારી(પંચાયત)એ કરવાની રહેશે.
વરસાદ દરમિયાન તલાટી કમ મંત્રીઓએ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવાનું રહેશેતથા આવશ્યક તમામ જરૂરી પગલા લેવાના રહેશે તેમજ તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તરતજ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW