HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના વિસીપરામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહીદાસપરા પાસે જુગાર રમતા સુનીલભાઈ હેમુભાઈ ગણેશીયા અને મગનભાઈ મુળજીભાઈ ઈટોદરા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી કુલ રૂ.-1160 નો મુદામાલ મળી વાયો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)હળવદના પંચમુખી વિસ્તારમાં વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ પકડાયો

હળવદ પોલીસ પેટ્રોલિંગ તે દરમિયાન પોલીસે પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડી રહેલા આરોપી સંજય કેશભાઈ સુરેલા ઉ.28 નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.-910 નો મુદામાલ મળ્યો હતો.જે પોલીસે કબ્જે કરી તેના વિરુદ્ધ હળવદ પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3)મોરબીના શુભ કોર્પરેટ હબમાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા શુભ કોર્પોરેટ બિલ્ડીંગમાં દુકાન નંબર 524મા વિદેશી દારૂ સાથે આરોપી (1) રાજેશ દલસુખભાઈ અધારા (2) રાહુલ ભરતભાઇ વસાણીયા (3)દિવ્યેશ બાબુભાઈ હરસોરા ને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડ ની બોટલો નંગ-29 કુલ રૂ.-9,330 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.પોલીસે તે ત્રણ શખ્સોને વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર મયુરભાઈ અશોકભાઈ બોરાણીયા નામના બુટલેગરનું નામ ખોલવવામાં સફળતા મેળવી હતી.મોરબી સીટી-બી ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.

(4)વાંકાનેરના અલગ-અલગ સ્થળે દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેરના દુર જામસર ગામની નીશાળ પાછળ દારૂ સાથે પોલીસે મુકેશભાઇ રાણાભાઇ ડાભીને ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી રોયલ વ્હીસ્કી અને ઈંગ્લીશ દારૂના પાઉચ મળી કુલ રૂ.-7,700 નો જથ્થો મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી છે.

આ ઉપરાંત વાંકાનેર નાચંદ્રપુરના નાલા પાસે ઈંગ્લીશ દારૂ સાથે મહેશભાઈ કેસુભાઇ પરમારને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ ઈંગ્લીશ દારૂનો કિલ રૂ.-375 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5)મોરબીના ત્રીલોક્ધામ પાસે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ત્રિલોકધામ મંદિરવાળી શેરી કુબેરનગરમાં રહેતા જયેશભાઇ અશોકભાઇ કાચરાણી એ કોઈ કારણસર પોતાના ઘરે પોતાની જાતે મકાનના ઉપરના માળે આવેલ ઓસરીમા છતના ભાગે લગાવેલ હુક સાથે દોરી વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો.તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે મરણજનારના પિતા દ્વારા મોરબી સીટી બી-ડીવીઝન પોલિસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી આગળની તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW