હળવદ પંથકમાં બેફામ રેતીચોરીના પગલે અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે બુટવડા પાસે પેટ્રોલિંગ હોય અને તે દરમિયાન એક રેતી ભરેલું ટ્રેકટર અને લોડરને ડીટેન કરી ખાણખનીજ વિભાગને જાણ કરી હતી.
હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પીએસઆઇ વાયપી. વ્યાસ ડી સ્ટાફના જવાનો સાથે પેટ્રોલિંગમાં હોય અને તે દરમિયાન બુટવડા પાસે રેતીચોરી કરતા બે વાહનો ઝડપી પાડ્યા હતા જેમાં ટ્રેક્ટર નં GJ-36 AJ-7140ના ચાલક મુન્નાભાઈ કલાજીભાઈ કોળીને લાયસન્સ તેમજ જરૂરી દસ્તાવેજો માંગતા નહીં મળતા ટ્રેક્ટર ડીટેન કર્યું હતું તો સાથે જ નંબર પ્લેટ વગરના લોડર ચાલક મુન્નાભાઈ ગંગારામભાઈ પાસે લાયસન્સ માગતા તેમની પાસે પણ નહીં મળતા બંને વાહનોને ડીટેન કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. વધુમાં એક સપ્તાહ પહેલા ચાડધ્રા અને મિયાણી પાસે રેતી ભરેલાં બે ટ્રેક્ટર પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં બંને ટ્રેક્ટરોને ખાણ ખનીજ વિભાગે દંડ ફટકાર્યો છે ત્યારે ખાણખનીજ વિભાગની સતત નિષ્ક્રિયતાના પગલે પોલીસે ખાણખનીજ વિભાગને અરીસો બતાવ્યો છે.

