HomeGujaratમોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં CBIને તપાસ સોપવા હાઈકોર્ટમાં અપીલ,

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં CBIને તપાસ સોપવા હાઈકોર્ટમાં અપીલ,

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાં ચાલી રહેલા સુઓ મોટો કેસની સમયાન્તરે સૂનવણી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આ કેસમાં ફરીએકવાર સૂનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં પીડિત પરિવાર દ્વારા તેમનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ દ્વારા એક અરજી કરવામાં આવી છે જેમાં તેઓએ રજૂઆત કરી હતી કે આ કેસમાં સ્થાનિક પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી ન હોય સમગ્ર કેસમાં મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપ હોવા છતાં પોલીસ દ્વારા ઢીલી તપાસ રાખી ઓરેવા ગ્રુપમાંથી તેને લગતા કોઈ પુરાવા જપ્ત કરવામાં આવ્યા નથી જેથી આગામી દિવસોમાં કેસ ની ટ્રાયલ દરમિયાન તેની અસર થવાની સંભાવના વ્યક્ત કરી હતી જેથી આ કેસની ફેર તપાસની જરૂરિયાત હોય અને જેથી સમગ્ર કેસની તપાસ CBI કે પછી સ્વતંત્ર એજન્સી પાસે કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત પીડિત પરિવાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા રૂ 2 કરોડના વળતરની પણ માંગણી કરવામાં આવી હતી જે મુદે ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલે પૂછ્યું હતું કે પીડિત પરિવારે ને કેટલું વળતર મળવું તે અંગે સૂચનો પણ મગાવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW