HomeGujaratમોરબીમાં યુવાનના લગ્ન ન થતા હોવાથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં યુવાનના લગ્ન ન થતા હોવાથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના કારિયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળિયાથી નાના બે ભાઇ તથા મોટા બે ભાઇઓના લગ્ન થઇ ગયેલ હોય અને નાના બન્ને ભાઇઓના ઘરે સંતાનો હોય અને ગોપાલભાઈની આજદીન સુધી લગ્ન થયેલ ન હોય જેથી છેલ્લા ઘણા સમયથી હતાશ રહેતા હોય અને પોતાના આજદીન સુધી લગ્ન થયેલ ન હોય જેનુ પોતાના મનમા દુ:ખ રહેતુ હોય જેનાથી કંટાળી જઇ ગત તા.-17/06 ના રોજ કાલીકાનગર ગામની સીમમા આવેલ સેજોન પેપરમીલના રૂમમા પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.તેના ભાઈ શીવાભાઇ માધાભાઇ ટોળીયાએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ને જાણ કરી હતી.પોલીસે તેના મુત્યુ અંગે નોધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW