HomeGujaratભુજમાં પેટ્રોલ પંપમાં કેશિયરને છરીદેખાડી બે શખ્સે રૂ.40 હજારની લૂંટ ચલાવી

ભુજમાં પેટ્રોલ પંપમાં કેશિયરને છરીદેખાડી બે શખ્સે રૂ.40 હજારની લૂંટ ચલાવી

ભુજ શહેરના ભીડ ગેટ બહાર મેમણ મુસાફર ખાના પાસે આવેલા આર એચ કે પેટ્રોલપંપમાં કેશિયર તરીકે નોકરી કરતા સાલેમામદ દાઉદ સમેજા નામના આધેડ ગત રાત્રિના 10.30 કલાકના અરસામાં તેઓ પેટ્રોલ પમ્પની ઓફિસમાં હિસાબનું કામ કરતા હતા. તે સમયે ભુજ તાલુકાના વરનોરા ગામના સીતારામ ચોકમાં રહેતા અલ્તાફ ઉર્ફે પંચર ઓસમાણ પટેલ અને રિયાઝ ભચુ મેમણ પંપ ઉપર આવ્યા હતા અને વાહનમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા કર્મચારી પરવેઝ ઝુનેજા પાસે પહોંચી છરી બતાવી રૂ 5 હજારની માગ કરી હતી. કર્મચારીએ પૈસા ના હોવાનું કહેતા બન્ને આરોપી પેટ્રોલ પમ્પની કચેરી અંદર આવી રૂ 5 હજારની માગ કરી હતી.આ દરમિયાન ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતા રિયાઝ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પંપ ની ઓફીસના ટેબલના ગલ્લામાં રહેલા રૂ. 40 હજારની રકમના બંડલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પેટ્રોલ કર્મીઓએ પોલીસને જાણ કરતા ભુજ પોલીસે તાત્કાલિક અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી અને શહેરમાં આવતા જતા તમામ પ્રવેશ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને આરોપ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

લૂંટની ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જે સીસીટીવીમાં જોવા મળી રહ્યુ છે કે, આરોપીઓએ પેટ્રોલપંપ ઉપર 5 થી 10 મિનિટ સુધી બેખોફ પણે છરી બતાવી ભયનો માહોલ સર્જી દીધો હતો. આખરે છરીની અણીએ લૂંટ ચલાવી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. અસામાજીક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે એવી માગ ઉઠી છે. આ અંગે પીઆઇ પરમારનો સંપર્ક સાધતા તેમણે આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW