HomeGujaratમોરબીની મધુસૃષ્ટી સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો

મોરબીની મધુસૃષ્ટી સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો

મોરબી પોલીસ અને એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલી કે મોરબીના પંચાસર રોડ ઉપર શ્યામપાર્કમાં રહેતા દિક્ષીત વ્રજલાલ દુદકીયાએ જુના ઘુંટુ રોડ ઝીલટોપ સીરામીક સામે મધુસૃષ્ટિ સોસાયટીમાં માધવભાઇ ભરવાડનું મકાન ભાડે રાખી તેમાં બીયર તથા વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે.

એવી માહિતી મળતા જુના ઘુંટુ રોડ પાસે આવેલ મધુસૃષ્ટી સોસાયટીમાં રેઇડ કરતા દિક્ષિતભાઈ વ્રજભાઈ દુદકીયાના રહેણાંકમાંથી 8 PM સ્પેશીયલ વ્હીસ્કીની નંગ-47 કિ.રૂ.14,100, ગ્રીન લેબલ એક્ષપોર્ટ સ્પેશીયલ વ્હીસ્કીની નંગ-20 કિ.રૂ.6800, બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની નંગ-12 કિ.રૂ.10,200, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની નંગ-2 કિ.રૂ.640, વ્હાઇટ લેક વોડકાની બોટલો નંગ-16 કિ.રૂ.4800, મૂનવોક ઓરેન્જ વોડકાની બોટલો નંગ-3 કિ.રૂ.900, કિંગફિશર સ્ટ્રોંગ બીયરની બોટલો નંગ-08 કિ.રૂ.800, ગોડફાધર બીયરની બોટલો નંગ-05 કિ.રૂ.500 અને બ્લેકફોર્ટ સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-15 કિ.રૂ.1500 મળી કુલ રૂ.- 40,240નો મુદામાલ મળ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW