HomeGujaratમોરબીના જલારામ મંદિર ખાતે પત્રકાર પંકજભાઈ સનારીયાએ મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી...

મોરબીના જલારામ મંદિર ખાતે પત્રકાર પંકજભાઈ સનારીયાએ મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરી

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના પત્રકાર પંકજભાઈ સનારીયાએ તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે મોરબી ના વરિષ્ઠ પત્રકાર, સુરેશભાઈ ગોસ્વામી, રાજેશભાઈ આંબલીયા, પંકજભાઈ સનારીયા, મિલનભાઈ નાનક, મેહુલભાઈ ગઢવી, જયેશભાઈ બોખાણી, અંકીતભાઈ પટેલ ધવલ ત્રિવેદી સહીતનાઓએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના પત્રકાર પંકજભાઈ મનસુખભાઈ સનારીયાએ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW