HomeGujaratમોરબી નજીક ગ્રા.પંચાયતોમાં આડેધડ ખડકાતી બહુમાળી ઈમારતોની મંજુરી ગેરકાયદે કડક તપાસના આદેશની...

મોરબી નજીક ગ્રા.પંચાયતોમાં આડેધડ ખડકાતી બહુમાળી ઈમારતોની મંજુરી ગેરકાયદે કડક તપાસના આદેશની માગ

મોરબીમાં ઉદ્યોગના વિકાસના કારણે મોરબી શહેર અને આસપાસ ધંધો રોજગારી માટે મોટી સંખ્યામાં બહારથી લોકો રહેવા આવતા થયા મોરબીમાં જમીનના ઉચકાયેલા ભાવ તેમજ સિમ્બોલિક સ્ટેટ્સ માટે લોકો મોરબી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ખડકાતી બહુમાળી ઈમારતો તરફ વળ્યા અને તેનો લાભ બિલ્ડરો અને ગ્રામ પંચાયતના હોદેદારો ઉઠાવ્યો અને છેલ્લા દોઢ દાયકામાં મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કોન્ક્રીટ ના જંગલ ખડકી દેવાયા છે ગ્રામ પંચાયતોને આપવામાં આવેલી સત્તા બહાર જઈ મોરબીમાં બહુમાળી ઈમારતોને નિયમ વિરુધ્ધ મંજુરી આપી દેવામાં આવી છે જેની ભવિષ્યમાં બહુ મોટી દુર્ઘટના ઘટે તેવી ભીતિ સેવાઈ રહી છે જિલ્લામાં ગ્રામ પંચાયત દ્વારા બહુમાળી ઇમારત ને ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરી મંજૂરી આપી હોવાનો આરોપ લગાવી આ તમામ ગેરકાયદેસર મંજૂરી મામલે તટસ્થ તપાસ કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરી બહુમાળી બિલ્ડીંગોમાં બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી રહેલી છે. ગુજરાત સરકાર પંચાયત ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક : પરચ-1082-486-જ તારીખ 3-2-1982માં આપેલ સૂચના, નિયમો વિરુદ્ધ મંજૂરીઓ આપેલ છે. જે જાહેર હિતમાં ગેરબંધારણીય છે. મોરબી જિલ્લો ભૂકંપ ઝોન-4માં આવેલ છે. જેથી ભવિષ્યમાં આવા બહુમાળી બિલ્ડીંગોથી જાનહાની થવાની સંભાવના છે. ત્યારે મોરબી જિલ્લા ગ્રામના વિસ્તારમાં આપેલ બાંધકામની મંજૂરીઓ બાબતે તટસ્થ તપાસ કરવા માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ જિલ્લા કલેક્ટરને કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW