HomeGujaratમોરબીના બે ગેમઝોન સંચાલકો સામે માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવવા અંગેની...

મોરબીના બે ગેમઝોન સંચાલકો સામે માનવ જિંદગી જોખમાય તેવી બેદરકારી દાખવવા અંગેની ફરિયાદ નોધાઇ

રાજકોટમાં ગેમ ઝોનમાં આગજની ઘટના બાદ રાજ્યભર માં સરકાર દ્વારા ગેમઝોનને ફાયર સીસ્ટમ ચકાસણી અને તેની એનઓસી સહિતની બાબત ની ચકાસણી કરવા તેમજ બેદરકારી દ્ખાવનાર ગેમ ઝોન સંચાલકોને નોટીસ ફટકારવા તેમજ ગુન્હો નોધવા અંગે આદેશ આપ્યા હતા જેને લઇ મોરબી ફાયર વિભાગ દ્વારા પણ ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી શહેર અને આસપાસમાં કુલ 5 ગેમઝોન મળી આવ્યા હતા જેમાંથી બે ગેમ ઝોન સંચાલકો સામે મોરબી વહીવટી તંત્ર દ્વારા ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી મોરબીમાં એસપી રોડ પર આવેલા લેવલ અપ ગેમ ગેમઝોનના સંચાલક પ્રીન્સ અમૃતલાલ બાવરવા જયારે રાજકોટ હાઇવે પર આવેલા થ્રિલ એન્ડ ચીલ ગેમ ઝોનના સંચાલક મિલનભાઇ વલમજીભાઇ ભાડજા સામે માનવ જીવન અથવા અન્યની વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેટલું ઉતાવળથી અથવા બેદરકારીપૂર્વક કોઈપણ કૃત્ય કરવા અંગેની આઈપીસી 336 અંતર્ગત ગુન્હો નોધવામાં આવ્યો હતો અને બન્ને વિરુધ્દ તપાસ શરુ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW