(1)મોરબીના વિસીપરામાં ઈંગ્લીશ દારૂ સાથે એક મહિલા ઝડપાઈ
મોરબીના વીશીપરા કુલીનગર-૧ રમેશ કોટન મીલમા શોભનાબેન નવઘણભાઇ હમીરપરાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.તે મહિલા મકાનમાંથી ઈંગ્લીશ દારૂ કુલ રૂ.-1800 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તેના વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)મોરબીના સાપર ગામે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના સાપર ગામની સીમમાં દારૂ સાથે તૈયબભાઇ ગુલમામદભાઇ માણેક ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-360 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.
(3)મોરબીના ગુગણ ગામે દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
મોરબીના ગુગણ ગામની સીમમાં કેલીબર પેપરમીલ પાસે જયેશભાઇ ગગુભાઇ મિયાત્રા એ તેનું GJ-36-AM-3249 નંબરના સ્કુટરમાં રહેલ દારૂ જથ્થા સાથે આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી સ્કુટર સહીત કુલ રૂ.-20,500 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

