HomeGujaratમોરબી તાલુકા સેવા સદન બહાર ટેબલો ગોઠવી વ્યવસાય કરતા નોટરીના ટેબલ પર...

મોરબી તાલુકા સેવા સદન બહાર ટેબલો ગોઠવી વ્યવસાય કરતા નોટરીના ટેબલ પર તંત્રનું જેસીબી ફેરવી દીધું

મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા તાલુકા સેવા સદન બહાર લાંબા સમયથી નોટરી વકીલ ટેબલ નાખીને બેસતા હોય અને તેનો વ્યવસાય કરતા હતા જોકે અહી વકીલો દ્વારા ગેર કાયદે પાકા બાંધકામ કર્યા હોવાની રાવ ઉઠતા થોડા દિવસ પહેલા તંત્ર દ્વારા આ વકીલોને નોટીસ ફટકારી જગ્યા ખાલી કરવા સુચના આપી હતી જોકે વકીલોએ આ જગ્યા ખાલી ન કરતા આજે તંત્ર દ્વારા સવારથી સીટી મામલતદાર વાળા, તાલુકા મામલતદાર નીખીલ મહેતા ની હાજરીમાં માર્ગ મકાન વિભાગની ટીમ જેસીબી સાથે પહોચી હતી અને સ્થળ પરથી દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યાંથી તમામ દબાણ દુર કરવામાં આવ્યા હતા
ભૂતકાળમાં ર અગાઉ પણ આ રીતે નોટરી વકીલો ટેબલ નાખીને બેસતા હતા તો કેટલાક વકીલો તો કચેરી અંદર જ ટેબલ નાખીને બેસતા હતા જોકે જે તે સમયે તંત્ર દ્વારા કચેરીથી 100 મીટર વિસ્તારમાં વકીલને તેમના ટેબલ દુર રાખવા લેખિત આદેશ કર્યા બાદ આ વકીલઓ હાલ જે જગ્યાએ ટેબલ રાખીને બેસતા હતાત્યાં સીફટ થયા હતા જોકે હવે અહીંથી તેઓને દુર કરવામાં આવતા હવે તેઓ ક્યાં બેસીને વ્યવસાય કરશે તે એક સવાલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW