HomeGujaratજુના દેવળીયા ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

જુના દેવળીયા ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હળવદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, જુના દેવળીયા ગામે ઘાંચી વાળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે હળવદ પોલીસની ટીમે જુના દેવળીયા ગામે રેઈડ કરતા સંજયભાઈ સનાભાઈ ચરમારી, દિનેશભાઈ રાઘવજીભાઈ ભીમાણી, જયેશભાઈ લાભશંકરભાઈ જોષી, છનાભાઈ બાબુભાઈ કીડીયા, યોગેશભાઈ છનાભાઈ શીશા અને જગદીશભાઈ પોપટભાઈ શીશાને રોકડ રકમ રૂપિયા 17,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW