HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે જુગાર રમતા સીરાજભાઈ અલ્લારખાભાઈ પીપરવાડીયા અને આરીફભાઈ મુસ્તાકભાઇ બ્લોચ પોલીસે પકડી પાડ્યા હતા.તે આરોપીઓ પાસેથી કુલ રૂ.-240 નો મુદામાલ મળી આવ્યો હતો.તે બંને આરોપીઓ સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(2)મોરબીના સાપર પાસે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના સાપર પાસે પોલીસે બાતમીના આધારે રેડ મારતા સેગમ સિરામિક સામે દારૂ સાથે આરીફ ઉમરભાઈ નોતિયાર ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સો પાસેથી દેશી દારૂ નંગ-145 ને બુંગીયા નંગ-7 મળી કુલ દેશી દારૂ કી.રૂ.-1280 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કર્યો,આરોપી આરીફ ઉમરભાઇ નોતીયાર મુદામાલ સાથે હાજર મળી હતી,જયારે આરોપી સમીર સાઉદીન જેડા ની ઘટના સ્થળે હાજરી મળી ન હતી.મોરબી તાલુકા પોલીસે તે બંને શખ્સો સામે ગુનાની નોધણી કરી

(3)મોરબીના ઘૂટું ગામ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના ઘુટુ ગામની સીમ અંબાણી પેપર મીલ પાસે કેનાલ પાસે દારૂ સાથે જગદીશભાઇ ગુગાભાઇ ઠાકોર ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-120 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(4)મોરબીના રણછોડનગર મફતીયાપરામાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો

મોરબીના વીસીપરા ગોરખીજડીયા મેઇન રોડ, રણછોડનગર મફતીયાપરા પાસે પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ મારતા દારૂ સાથે અનીલભાઈ મોહનભાઈ ચૌહાણ ને પોલીસે પકડી પાડ્યો હતો,અને આરોપી મહેબુબભાઈ સુલેમાનભાઈ સુમરા ની ઘટના સ્થળે હાજરી મળી આવ્યો ન હતો. આરોપી ના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો નંગ-81,બીયર નંગ-38 અને મોબાઈલ સહીત કુલ રૂ.-16,900 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ બંને શખ્સ સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી

(5)મોરબીમાં બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના મોટી હનુમાન શેરી ગ્રીન ચોકમાં રહેતો પ્રિતેશભાઈ ભરતભાઈ દોશી ની બહેન નીધીબેને એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી ઘરેથી જતી રહી હતી,ત્યારથી જ તેનો ભાઈ પ્રીતેશ ગુમસુમ રહેતો હતો.જે બાબતે મનમા લાગી આવતા પોતાની મેળે પોતાની જાતે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પ્રિતેશભાઈ ના ભાઈ મિતેશે આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી,પોલીસે વધુ તપાસ હાથ ધરી

(6)મોરબીના ગાળા ગામ પાસે સિરામિકના શેડ પરથી પડી જતા આધેડ નું મોત

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ કેપટ્રોન સીરામીકમાં કામ કરી મહાદેવભાઇ કનુભાઇ પાટડીયા તેનું ગુજરાન ચલાવતા હતા.તે ગઈકાલે સીરામીકમાં શેડમાં કામ કરતાં હતા,તે સમયે ઉપરથી નીચે પડી ગયા હતા.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો.જી.એલ. કાલરીયા એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(7)ટંકારા ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે બે કારને હડફેટે લીધી

ટંકારાનો ઓવરબ્રિજ પાસે કોઈ શખ્સ તેનું GJ-32-T-4648 નું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતો હતો.તે સમયે ત્યાંથી પસાર થતી મિલનભાઈની GJ-36-AL-0253 નંબર ની અર્ટીગા કારને હડફેટે લેતા ડાબી સાઇડના બંન્ને દરવાજા તથા આગળ પાછળના બમ્પર તથા બંન્ને વ્હીલમા નુકશાન કરી તેમજ સાહેદની ફોર્ચ્યુનર ગાડી રજી નંબર- GJ-36-AL-4599 વાળીમા પાછળના ભાગનો કાંચ તોડી તેમજ પાછળની જમણી સાઇડની લાઇટ તથા બમ્પરમા નુકશાન પહોચાડ્યું હતું.આ બનાવ અંગે મિલનભાઈ રામજીભાઈ રાજપરા એ તે ટ્રક ચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે આગળની તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW