તાજેતરમાં રાજકોટ ખાતે આવેલા ટી આર પી ગેમ ઝોનમાં બનેલી આગજનીની દુર્ઘટનામાં ૨૭ નિર્દોષ લોકો કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ દર્દનાક દુર્ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. ઠેર ઠેર શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર ખાતે આવેલા “સ્વ. હંસગિરિ જીવણગિરિ ગોસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ~વાંકાનેર” દ્વારા પણ ગેમઝોન દુર્ઘટનામા મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં તેમના આત્મા ના મોક્ષાર્થે સૌ કોઈ લોકોએ “ગાયત્રી મંત્ર” ના પાઠ કર્યા હતા અને ઈશ્વર પાસે મૃત્યુ પામેલા લોકોના આત્મા ની શાંતિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી

