HomeGujaratમોરબીમાં રૂપિયા ન આપતા કપાતર પુત્રએ માતા પિતાને મારમાર્યો

મોરબીમાં રૂપિયા ન આપતા કપાતર પુત્રએ માતા પિતાને મારમાર્યો

મોરબીના વાવડી રોડ પર આવેલા કારિયા સોસાયટીમાં રહેતા 50 વર્ષની ઉમરે ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા માકઈબેન મુળુભા ગઢવી નામના પ્રોઢ મહિલાના ૩૫ વર્ષીય પુત્ર અજીત મેઘાભા ગઢવી કામ ધંધો કરતો ન હોય અવાર નવાર ઝઘડા કરતો હોય ગત તા ૧૮ના રોજ આ કપાતર પુત્રે રૂપિયાની માંગણી કરી હતી જેથી માકઈબેને રૂપિયા આપવાની નાં પાડતા માતા સાથે બોલચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી અજીતના પિતા મેઘાભાએ ગાળો બોલવાની નાં પાડતા ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ઢીકા પાટુંનો માર મારવા લાગ્યો હતો આ ઉપરાંત લાકડાના ધોકાવડે પરિવારના લોકો સાથે મારામાંરી કરવા લાગ્યો હતો ઘટનામાં માકઈ બેન પિતા મેઘાભા ગઢવી તેમજ બેન રંજનને માર માર્યો હતો બનાવ અંગે માકઈ બેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW