ચોમાસા પહેલા લોકોને ઘરની આસપાસ આવા મચ્છર ઉત્પતિ થાય તેવા પાત્રો ખાલી કરવા તાકીદ કરી
મેલેરિયા મુકિત અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લામાં ચોમાસા પૂર્વે મે મે મહિનામાં ડોર ટુ ડોર સર્વે કરી મચ્છર ઉત્પતિના સ્થળ શોધી તેનો નાશ કરવા તેમજ મચ્છરના લારવાં દુર કરી ચોમાસા પૂર્વે મચ્છર ઉત્પતી અટકાવવા કામગીરી કરવામાં આવતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 25 એપ્રિલથી 5 મે દરમિયાન ડોર ટુ ડોર કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન 2068 ઘરમાં મચ્છર ઉત્પતિ થાય તેવા લારવા મળી આવતા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો
મેલેરિયા મુકિત અભિયાન અંર્તગત આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે મે મહિના માં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે અને તે અંતર્ગત ગતતા 22 એપ્રિલથી 5 મે દરમિયાન આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર આશા બહેનો સહિતનાની 350 જેટલી ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો 10 દિવસ દરમિયાન આ ટીમ દ્વારા કુલ 2 ,00 757ઘર સુધી ફરી ટીમ દ્વારા કુલ 10,04,966 વસ્તીને આ સર્વેમાં આવરી લેવામાં આવી હતી જેમાંથી કુલ 2068 ઘરમાંથી મચ્છરની ઉત્પતી થાય તેવા લારવાં મળી આવ્યા હતા જે ઘરમાં દવા છટકાવ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત મચ્છર ઉત્પન થાય તેવા ખુલ્લા ટાયર કુંડા કુલર સહિતના 7553 સ્થળ એવા મળી આવ્યા હતા જેની તાત્કાલિક સફાઈ કામગીરી કરાવવામાં આવી હતી હવે આગામી 20 મેથી બીજા તબક્કામાં ડોર ટૂ ડોર રાઉન્ડ શરુ થશે જે આગામી 30 મે સુધી ચાલશે જેમાં આ વખતના સર્વેમાં બાકી રહેલા વિસ્તાર ને આવરી લેવામાં આવશે તેમ મેલેરિયા અધિકારી ડો વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું

