મોરબી નજીક આવેલા સાદરકા ગામની પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં બુધવારના રોજ ત્રણ બાળકો નાહવા પડ્યા હતા જેવો ઊંડા પાણીમાં ઘડકાવ થઈ ગયા હતા ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્તી ઓપરેશન હાથ ધરી હતી જોકે પાણીનો પ્રવાહ વધુ હોય તેમ જ 2 વિસ્તારમાં બાળકો ડૂબ્યા હતા ત્યાં જૂની ખાણ હોવાના કારણે 30 ફૂટ ઊંડા ખીણ હો જેના કારણે બુધવારે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા છતાં પતો લાગ્યો ન હતો. જે બાદ રાજકોટ ફાયર વિભાગની ટીમ એન ડી આર એફ અને એસડીઆરએફ ની એક એક ટીમ સ્થળ પર પહોંચી હતી તેઓએ મોડી રાત સુધી યુવકોની શોધખોળ ચાલુ રાખી હતી અને ગુરુવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગૌરવ નો મૃતદેહ મળ્યો હતો તો ચિરાગ પરમારનો મૃતદેહ સવારે10વાગ્યાની આસપાસ મળ્યો હતો.ઘટનાનાં26 કલાક સુધી મોરબી રાજકોટ ફાયર વિભાગની ટીમ શોધખોળ કર્યા બાદ ધર્મેશ ભંખોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

