ટંકારા તાલુકામાં આધુનિક સુવિધાથી સજજ જબલપુર ગામ એક આદર્શ ગામ કહી શકાય તેવું ગામ છે. ગામમાં પ્રકારની સુવિધાઓ છે. એટલું જ નહીં જરા હટકે એટલે શહેરની જેમ આધુનિક એટલે ગામમાં મલ્ટી મીડિયા આધારિત શિક્ષણ આપતી હોય તો એવી એકમાત્ર જબલપુરની શાળા છે. શિક્ષણ ક્ષેત્રે જબરી ક્રાંતિ થઈ છે અને એ પણ સરકારી સ્કૂલમાં તેથી બધા બાળકો ભણે છે. આ ઉપરાંત ગામ ભાગ્યે કોઈ ગુનાહિત પ્રવૃતિઓ થતી હોય છતાં અને સુવિધા અને સલામતી માટે સીસી ટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે.
ટંકારાનું જબલપુર ગામ 100 વર્ષ ઉપરનું જૂનું અને વસ્તી 3500ની વસ્તી માટે પીવાના પાણીનું મોટું સુખ છે આમ તો આ ગામ વહીવટીદારને હવાલે હોય તેમ છતાં ગ્રામ પંચાયત ગામ લોકોને એકદમ અણી શુદ્ધ પાણી આપવાની જવાબદારી નિભાવે છે. જેમાં ગામ આરઓ પ્લાન્ટ વસાવેલો હોય માત્ર 2 રૂપિયાના દરે ગામ લોકોને 20 લીટર શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે. સિંચાઇની સુવિધાઓથી હરિભરી ખેતીથી ખેડૂતોનું જીવન ખુશહાલ છે. પેટા આરોગ્ય કેન્દ્ર, ભૂગર્ભ ગટર, રોડ 100 ટકા, કચરાનો યોગ્ય નિકાલ, અને મોર્ડન યુગની હાઇટેક શાળા, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા છે. હીરાપર, હરબટીયાળીને જોડતા રસ્તા કાચા અને ગાડા માર્ગ છે. આ એક આતર ગ્રામ્ય રોડની દુવિધા સહિત ગામમાં કોઈ દુવિધા નથી. જે પાકા કરવાની માંગ છે, તે જબલપુરના પાટિયા પાછળનો આર્ય સ્કુલવાળો રસ્તાનું પેચ વર્ક કરવું જરૂરી છે. જબલપુર ગામને જોડતા માર્ગો પાકા કરવામાં આવે તો ચોમાસામાં મોટી મુશ્કેલી દૂર થાય છે.

