HomeGujaratચોમાસા દરમિયાન પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓ નિમાયા

ચોમાસા દરમિયાન પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓ નિમાયા

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જે અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી, ટંકારા તાલુકા વિસ્તાર માટે મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વાંકાનેર તાલુકા વિસ્તાર માટે વાંકાનેર પ્રાંત અધિકારી, હળવદ તાલુકા વિસ્તાર માટે હળવદ પ્રાંત અધિકારી તેમજ માળીયા(મીં) તાલુકા વિસ્તાર માટે જિલ્લા પુરવઠા અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW