HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

મોરબીના મહેંદ્રનગર ચોકડી પાસે ઉમા સ્ટીલની બાજુમા જાહેરમા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો કલ્પેશભાઇ બાબુભાઇ ચીખલીયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.TATA IPL ટી-20 માં GUJRAT TITANS અને KOLKATA KNIGHT RIDERS ટીમો વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચમાં પૈસાની હારજીત પર સટ્ટો રમતો હતો.તે શખ્સ પાસેથી મોબાઈલ સહિત કુલ રૂ.-6150 નો મુદામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2)મોરબીના લાલપર પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના લાલપર તાજનળીયાના કારખાના પાસે દારૂ સાથે મહેશભાઇ અમરશીભાઇ સોલંકી ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દારૂ નો કુલ રૂ.180 મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(૩)મોરબીની મોચી શેરી પાસે વૃધ્ધાને અચાનક શ્વાસની તકલીફ થતા મોત

મોરબીની મોચી શેરી ગ્રીન ચોક પાસે રહેતા અનિલાબેન જગદીશભાઈ સરવૈયા નામના વૃધ્ધાને અચાનક શ્વાસની તકલીફ થઇ હતી. તેને સારવાર માટે ઓટો રિક્ષામાં બેસાડી પ્રથમ મોરબી ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી મોરબી આયુષ હોસ્પિટલ સારવારમા લાવતા તે વૃધ્ધાને ત્યાં ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા.આ વૃદ્ધા ના પતિએ આ બનાવ ની જાણ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને કરી હતી.

(4)મોરબીના પીપળી ગામની સીમમાંથી દારૂ સાથે યુવક પકડાયો

મોરબીના પીપળી ગામની સીમમા સેલીક્સ સીરામીક સામે દારૂ સાથે અકરમભાઇ અનવરભાઇ શેખ ને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-160 નો જથ્થો પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5)વાંકાનેરના જાલીડા ગામ પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના જાલીડા ગામના બોર્ડ પાસે રામાભાઈ જેઠાભાઈ ઓળકીયા એ તેની જીજે-36-યુ-9562 નંબરની સીએનજી રિક્ષા ટ્રાફિક ને અડચણરૂપ થાય તે રીતે અને જાહેર માર્ગ પર વચોવચ, અન્ય રાહદારીઓને મુશ્કેલી સર્જાય તે રીતે મૂકી રાખતા વાંકાનેર પોલીસે તે શખ્સ સામે ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે ગુનો નોધી તે શખ્સ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW