મોરબીના રવાપર લીલાપર રોડ પર આવેલા પ્લેટીનમ હાઈટ્સમાં રહેતા અને મોરબી શહેરનાં રામ ચોક વિસ્તારમાં આવેલા ટાટા કંપનીના જ્વેલરી શોરૂમ તનીસ્ક શો રૂમના ફ્રેન્ચાઈઝી વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે મુજબ તેઓના તેમના ફ્રેન્ચાઈઝી સ્ટોર ના પાર્ટનર રોનકભાઈ બાથાણીના કહેવાથી સ્ટોરમાં રહેલા દાગીનાના સ્ટોક ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન શોરૂમમાં એક ચોક્કસ પ્રોડક્ટ સીસ્ટમમાં ચઢાવી ન હતી જે પ્રોડક્ટ અલગ બકેટમાં રાખવમાં આવતી હતી અલગ અલગ સમયે શો રૂમના દાગીનાની આ શરૂમના મેનેજર હરીલાલ જયંતીલાલ ભટ્ટી અને સ્ટાફે સાથે મળી મોટા પ્રમાણમાં દાગીનાની ઉચાપત કરી હતી તેની સાથે આ શોરૂમમાં કામ કરતા અન્હોય કર્વામચારી (૨) ધવલ અલ્પેશભાઇ પટની,આશીષ ગુણવંતભાઇ માંડલીયા,ઇરફાન સાદીકભાઇ વડગામા ભાવના પ્રેમજીભાઇ સોલંકીનું સામે આવ્યું હતું આ તમામ લોકોએ સાથે મળી સ્અટોર ના દાગીના બારોબાર ખોટા બીલ બનાવી ખોટા સ્ટોક ચોપડે દેખાડી ફરીયાદી વિમલભાઈને છેતર્યા હતા અને વિમલભાઈ સાથે 2.53 કરોડની ઉચાપત કરી હતી બનાવ અંગે વિમલભાઈએ નોધાવેલ ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
આ ઉપરાંત વિમલભાઈએ નોધાવેલ ફરિયાદ મુજબ શોરૂમના મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટીએ શોરૂમમાંથી દાગીના મેળવી લઈ બાદમાં મુથુટ ફાઇનાન્સ અને આઇઆઇએફએલ ફાયનાન્સમાંથી 29,21,999ની તેમજ રિટેઇલ સેલ્સ મેનેજર ઈરફાન વડગામાએ 13,75,000ની લોન લીધાનું કબુલતા ખાતર માથે દીવા જેવી સ્થિતિ વચ્ચે ફરિયાદી વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયાએ બન્નેને કુલ મળી 98,12,582 રોકડા આપી લોન ભરપાઈ કરાવી આ દાગીના પરત મેળવ્યા હતા. જો કે, આમ છતાં પણ હજુ 1,56,14,000ના દાગીનાનો હિસાબ મળતો ન હોય ગ્રાહકો પાસેથી રોકડા લઈ દાગીના બરોબર વેચી મારી કંપનીમાં પૈસા જમા ન કરાવ્યાનું ખુલતા મહિલા સહીત પાંચેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી આચરવા મામલે ફરિયાદ નોંધાવી છે.
આ ટલા મોટો કૌભાડમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરનાર રીન્કુ ભાટિયા અને હીરલ કનોજીયા સામે પણ ગોલ માલ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ આ કેસમાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવતા આગળ હકીકત હવે સામે આવે તેવી શક્યતા છે

