HomeGujaratમોરબી શહેરના બેઠા પુલ પર આવતી કાલથી ત્રણ દિવસ વાહન વ્યવહારના પ્રવેશ...

મોરબી શહેરના બેઠા પુલ પર આવતી કાલથી ત્રણ દિવસ વાહન વ્યવહારના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

મોરબી નજીક મચ્છુ ૨ ડેમના દરવાજાની રીપેરીંગ કામગીરીને ધ્યાને લઇ ડેમમાં રહેલ પાણીનો જથ્થો ખાલી કરવાનો હોવાથી આવતીકાલે ડેમના દરવાજા ખોલી પાણી છોડવાનું હોવાથી નીચાણમાં આવતા મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી મચ્છુ નદીમાં પાણીનો મોટો જથ્થો આવે તેવી શક્યતા છે અને તેના કારણે સુરક્ષાને ધ્યાને લઇ તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી છે અગાઉ નદીમાં રહેતા લોકોને દુર ખસેડવામાં આવ્યા બાદ હવે મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતા કોઝ બે બ્રીજ પણ આગામી 12થી 15 દરમિયાન વાહનની અવર જવર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેકટર એસ જે ખાચર દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબીના નટરાજ ફાટકથી બેઠા પુલ તરફ જવાના રસ્તે તેમજ શક્તિ ચોકથી બબેઠા પુલ તરફ એમ બન્ને તરફ ના માર્ગ પર અવન જવન બંધ કરી દેવાઈ છે લોકોને આવન જાવન માટે મયુર બ્રીજ પાડા પુલનો ઉપયોગ કરવાનો રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW