HomeGujaratમોરબીના ફડસર ગામની સીમમાંથી રૂ. 5.4 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના ફડસર ગામની સીમમાંથી રૂ. 5.4 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે દરમિયાન મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ફડસર ગામની સીમ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને ખાનગીરાહે માહિતી મળી હતી કે, ફડસર ગામની સીમમાં ખેતરના ખરાબામાં કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા દ્વારા ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઝાડીઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસની રેડ દરમિયાન દારૂનો જથ્થો મૂકનાર કરણભાઈ ભરતભાઈ કુંભારવાડીયા હાજર મળી આવેલ નહી. જોકે પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો સહિત કુલ રૂ. 5,41,260નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW