HomeGujaratટંકારાના સુખપુરના ખેડૂતની વાડીમાં રાખેલ રૂ.4.12 લાખનું જીરું અને લસણ ચોરાયું

ટંકારાના સુખપુરના ખેડૂતની વાડીમાં રાખેલ રૂ.4.12 લાખનું જીરું અને લસણ ચોરાયું

ટંકારા તાલુકાના સખપર ગામના વતની અને ખેતીકામ કરતા હસમુખભાઇ રણછોડભાઇ કોરીંગાએ તેના વાડામાં આવેલા એક મકાનમાં રૂ 3,37,500ની કિંમતના 75 મણ જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- 36 તથારૂ 75 હજારની કિમતના 30 મણ લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ-11 સહીતનો રૂ 4,12,500 નો મુદામાલ રાખ્યો હતો જોકે આ મકાનમાં આટલો મોટો જ્થ્થો રાખવામ આવ્યા હોવાની ગંધ આવી જતા તસ્કર ત્રાટક્યા હતા અને વાડીમાં રાખવામાં આવેલા જથ્થાની ચોરી કરી લઇ ગયા હતા બનાવ અંગે હસમુખભાઈ કોરીંગાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે ટંકારા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW