HomeGujaratહળવદમાં ટ્રેન નીચે ઝંપલાવી યુવાને જીવન ટુંકાવ્યું

હળવદમાં ટ્રેન નીચે ઝંપલાવી યુવાને જીવન ટુંકાવ્યું

હળવદ શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડ સામે રેલવે નીચે ઝંપલાવી યુવાને આપઘાત કરી લેવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, હળવદ પોલીસ તેમજ મોટીસંખ્યામાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ સરકારી હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા તો સાથે લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આનંદ બંગ્લોઝમા રહેતા વેપારી યુવાન ભૌમિક અલ્પેશભાઈ પટેલ ઉ.23 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર હળવદ માર્કેટિંગ યાર્ડ સામેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે જ્યારે બનાવના પગલે પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW