HomeGujaratપોલીસમેન ના માતા પિતાના આપઘાત કેસમાં વ્યાજખોર ઝડપાયો

પોલીસમેન ના માતા પિતાના આપઘાત કેસમાં વ્યાજખોર ઝડપાયો

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ની અંદર ફરજ બજાવતા પોલીસમેન મિલનભાઈ ખુંટના હડાળા ગામે રહેતા પિતા નિલેશભાઈ અને માતા ભારતીબેન એ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે સમગ્ર મામલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને આ પગલું ભર્યું હોવાનું ખુલાસો થયો હતો જોકે ટંકારા પોલીસ મથકે વ્યાજખોર સામે ગઈકાલે ફરિયાદ પણ નોંધાઈ હતી જ્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો સમગ્ર મામલે આરોપી દિવ્યેશ પરબતભાઈ ડવ ઉંમર વર્ષ 40 રહે સુખરામ નગર શેરી નંબર 5 હરી ધવા રોડ ને ઝડપી પાડ્યો હતો એલસીબી ઝોન વનના સ્ટાફે આ આરોપીને ઝડપી પાડ્યો હતો

બનાવ અંગેની વાત કરીએ તો અશ્વિન રાવતભાઇ મારુ અને દિવ્યેશ ડવ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ એલસીબી ઝોન વનના સ્ટાફે ગઈકાલે દિવ્યેશને ઝડપી લઇ ટંકારા પોલીસને સોંપી દીધો હતો મૃતક દંપતીએ બંને આરોપીઓ પાસેથી રૂપિયા ૪.૫૦ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા અને આ બંને આરોપીએ પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી અસહ્ય ત્રાસ આપતા બંને દંપતિઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો બનાવો અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ પોલીસમેન મિલનભાઈએ ટંકારા પોલીસ સ્ટેશનને આ બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ પોલીસે એક આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હજુ પણ એક આરોપી ફરાર જોવા મળી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ના માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત પર ની અંદરથી અનેક ફરિયાદો સામે આવી રહી છે જેમાં ઘણા બધા કેસોમાં તો વ્યાજખોરો દ્વારા શોષણ કરવામાં પણ બાકી નથી રાખતા થોડા દિવસ પહેલા વાકાનેર ના એક ગામમાં પિતા પુત્ર એ બે ગરીબ પરિવારને શોષણ કરવામાં પણ બાકી નથી રાખ્યું જમીન પચાવી અને ઊંચ રૂપિયા ની પઠાણી ઉઘરાણી કરી હતી જ્યારે અન્ય એક પરિવારને માત્ર 3000 રૂપિયા માટે ફાયરિંગ કરી અને ધમકાવવામાં પણ આવ્યા હતા જોકે આ બંને આરોપીને હાલ પોલીસે પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે પરંતુ દિવસે ને દિવસે વ્યાજખોરો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે શું ખરેખર પોલીસ આવા વ્યાજખોરોને ડામવામાં સફળ થશે કે પછી વ્યાજખોરોનો ત્રાસ વધતો જોવા મળશે તે તો હવે જોવું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW