મતદાન ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.મતદાન જાગૃતિ અંતર્ગત આજરોજ ભૂત કોટડા પ્રાથમિક શાળામાં 6 * 8 ફૂટની મહા રંગોળી બનાવવામાં આવી. આ રંગોળી માં પર્ણ, ઘઉં, ચોખા, દાળ, ફુલ તેમજ ચોકલેટ નો ઉપયોગ કરવામાં આવ્યો.આ રંગોળી શિક્ષિકા બહેન ગીતાબેન સાંચલા તેમજ બી.એલ.ઓ. શિક્ષક કલ્પેશભાઈ ધોરી ના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી.જેમાં ” મતદાન એ જ પવિત્ર દાન ” સ્લોગન લખવામાં આવ્યું છે.શાળા ના આચાર્ય શ્રી હસમુખભાઈ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સોઢીયાભાઈ અને શીતલબેન રાવલ ના સાથ સહકાર દ્વારા મતદાન કરવું એ દરેક નાગરિક ની ફરજ છે એ જાગૃતિ આવે એ માટે આ મહા રંગોળી નું આયોજન કરવામાં આવ્યું.

