મોરબીના નાગડાવાસ ગામમાં રાત્રે ક્રિકેટ રમવા આવેલા યુવાન રાત્રીના સમયે ક્રિકેટ રમીને પરત ફરતો હતો તે દરમિયાન ટંકારા ના વીરપર ગામ પાસે તેને છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત થયું હતું ૩૮ વર્ષીય યુવકના અચાનક મોતથી પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું
ટંકારા તાલુકાના રાજવડ ગામનો રમેશ જેસંગભાઈ બાલાસરા નામનો ૩૮ વર્ષીય યુવાન બુધવારે રાત્રીના સમયે નાગડાવાસ ગામમાં નાઈટ ક્રિકેટ રમવા ગયો હતો રમત પૂરી થયા બાદ ત્યાંથી પરત તેના ઘર તરફ જી રહ્યો હતો તે દરમ્રયાન તે ટંકારા ના વીરપર ગામ પાસે રસ્તામાં તીવ્ર છાતીનો દુખાવો ઉપડ્યો હતો જેથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો જોકે સારવાર પૂર્વે તેનું મોત નીપજ્યું હતું જેથી ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે

