HomeGujaratમોરબીમાં ઢોરના ત્રાસ માટે જવાબદાર કોણ છે ? તંત્ર સપૂર્ણ ઊંઘમાં અને...

મોરબીમાં ઢોરના ત્રાસ માટે જવાબદાર કોણ છે ? તંત્ર સપૂર્ણ ઊંઘમાં અને મોરબીવાસીઓ મુશ્કેલીમાં !!!!

એક બાજુ રાજ્યમાં રોડ પર ઢોરના આતંક સામે હાઇકોર્ટ પણ લાલઘુમ છે સરકારને અનેક વખત લતાડ લગાવી છે પરંતુ સરકારને ઢોરનો ત્રાસ ઓછો થાય એમાં રસ જ ના હોય અથવા તેમની વાત તંત્ર સાંભળતું જ ના હોય એવો ખેલ મોરબીમાં જોવા મળી રહ્યો છે મોરબી નગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ અગાઉ થઇ ચુક્યો છે પરંતુ એ ખર્ચ પણ વ્યર્થ પુરવાર થયો છે હાલ માં સમગ્ર શહેરમાં ખુંટીયાનો ત્રાસ અસહ્ય બન્યો છે પરંતુ આ તંત્રની નજર લોકોની સમસ્યાઓ પરથી સંપૂર્ણ હટીને કોઈ બીજા જ વિષય ઉપર કેન્દ્રિત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

મોરબી શહેરમાં કોઈ પણ સમયે રોડ પર નીકળીએ એટલે સામે બીજી કાઈ ના આવે એવું બને પરંતુ ખુંટીયો સામે આવ્યા વિના રહે જ નહિ તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી તો જાણે તંત્ર સુઈ જ ગયું હોય એમ અધિકારીઓની ગાડીઓ પણ રખડતા ઢોર પાસેથી સાવચેતીથી નીકળી જાય છે પણ તેમાં બેઠેલ અધિકારીને મોરબીવાસીઓની તકલીફ જરા પણ દેખાતી નથી શહેરમાં દરરોજ રખડતા ઢોરને લીધે અનેક લોકોને નાનીમોટી ઇંજાઓ થાય છે વાહનોને નુકશાન થાય છે ઢોર રોડની વચ્ચોવચ્ચ કબજો કરી ને બેસી જાય છે પરંતુ તેમને રોડ પરથી દુર કરનારા કોઈ નથી શહેરમાં કઈ નિયમ જેવું તો અમલમાં છે જ નહિ અધિકારીઓને કદાચ માત્ર બીજા જ ગમતા વિષયમાં રસ છે અને તેથી જ સમસ્યા દેખાઈ નથી રહી

આમ પણ મોરબીમાં ટ્રાફિકની સમસ્યા તો ગળામાં સાપની જેમ વળગેલી જ છે ત્યાં આ ઢોરની સમસ્યા તેમાં વધારો કરી રહી છે ઔદ્યોગિક નગરી ગમે તેટલો ટેક્ષ ભરે સરકારને મોરબીવાસીઓની કોઈ ચિંતા જ નથી અથવા તો સરકાર ને લાગે છે કે મોરબીમાં બધું જ ઠીકઠાક જ છે અથવા સરકારની વાત અધિકારીઓ ગાંઠતા જ નથી જે પણ હોય પરંતુ કરોડો રૂપિયાનો ટેક્ષ ભરતા મોરબીવાસીઓ માટે વિચારવા માટે કોઈ પાસે સમય નથી અને સૌથી મોટી ચિંતા તો એ છે કે આટલી સમસ્યાઓ વચ્ચે કોઈ જાગૃત નાગરિક આવા વિષયને લઇને રજૂઆત પણ કરે તો એ સાંભળવામાં કોઈને રસ નથી રસ છે તો માત્ર એમાં જેમાં મલાઈ હોય અને તેથી જ મોરબીવાસીઓને પરેશાન કરતા કોઈ પણ પ્રશ્નો ઉકેલાવાનું નામ નથી લેતા

નાના મોટા અનેક અકસ્માતો રખડતા ઢોરને લીધે થઇ રહ્યા છે રોડ પર તો ઠીક સોસાયટીઓમાં પણ આખલા યુદ્ધ સામાન્ય દ્રશ્યો છે જે રોજ જોવા મળે છે પરંતુ મોરબી નગરપાલિકા જાણે માત્ર ટેક્ષ ઉઘરાવવા માટે જ હોય એમ તેમને માત્ર વેરા વસુલાત માં જ રસ છે જેટલો રસ ટેબલ નીચે કામ કરવામાં લેવાઈ રહ્યો છે તેનો ૧૦ % પણ જો જનતાના કામ માટે લેવાય તો અનેક સમસ્યાઓ જળમૂળ થી ઉકલી શકે એમ છે પરંતુ સરકારે જે રીતે મહાનગરપાલિકાનું અધકચરું ગાજર મોરબીવાસીઓને આપ્યું છે તે ઝડપથી પૂર્ણ સાબિત કરવામાં આવે એ ખુબ જરૂરી છે અને સાથો સાથ જ્યાં સુધી મહાનગર પાલિકાનો અમલ ના થાય ત્યાં સુધી મોરબીમાં એક પણ બાંધકામ મંજુરી વિના શરુ જ ના થાય કમસેકમ એ જોવુ અનિવાર્ય છે જોકે આ બધી બાબતોની ખબર રાજકારણ ને કે અધિકારીઓને કેમ નથી પડતી એ સમજાતું જ નથી

અહી મોરબીમાં મોટી મોટી વાતો કરવામાં મહેર રાજકારણીઓ હોય કે મોરબીને ક્રીમ માનીને મોરબી આવી જતા અધિકારીઓ હોય બધાને રસ પોતપોતાના એજન્ડામાં જ છે અને કદાચ આવી નબળી ઈચ્છાશક્તિને લીધે જ વર્ષોથી જુદા જુદા કારણો થી મૌન બની ગયેલ મોરબીવાસીઓ ની સ્થિતિ સુધારવાના બદલે વણસી રહી છે એ જ કડવું સત્ય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW