ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પાલતું પશુ કોઈ ગંભીર બીમારી કે અન્ય કારણસર સારવારની જરૂર પડે તો તેવા પશુઓ માટે 1962 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ સેવા શરુ કરી હતી જેમાં લોકો દ્વારા ફોન કોલથી ફરિયાદ કરતા વેટરનરી તબીબ મોબાઈલ વાનમાં જે તે સ્થળે જઈ આવા પશુઓની સારવાર કરે છે ત્યારે મોરબી જિલ્લામાં પણ આવી એમ્બ્યુલન્સ કાર્યરત છે ત્યારે આ કરુણા હેલ્પ્ લાઈનમાં કોલ આવ્યો હતો કે વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપી અને સારવાર અર્થે રાખવામાં આવે છે તેવા જ એક બળદ જે શિંગળા ભાગ મા કેન્સર(કમોડી) થી પીડાતો ત્યારે ગૌશાળા મા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળા ના બાપુ દ્રારા 1962 સંપર્ક કરતા તરત તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદ તપાસ કરાતા તેમણે બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી તેમા લગભગ 1 કલાક ચાલેલા આ ઓપરેશન ડો. આદિલ બાદી ,ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજયભાઈ મેર દ્વાર આ ઓપરેશન ને સફળ પાર પાડવામાં આવ્યું હતું

