HomeGujaratમોરબીમાં મારમારી અને આગજનીથી વૃધ્ધના મોતની ઘટનામાં હત્યાની કલમ ઉમેરાઈ,4 આરોપીની ધરપકડ

મોરબીમાં મારમારી અને આગજનીથી વૃધ્ધના મોતની ઘટનામાં હત્યાની કલમ ઉમેરાઈ,4 આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ નગરમાં યુવાનો વચ્ચે ફોનમાં વાતચીત કરવા મુદ્દે થયેલ મનદુઃખ બાદ તેનો ખાર રાખી પાંચથી વધુ શખ્સોએ રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 60 વર્ષના વૃધ્ધ ના ઘરે જઈને આંતક મચાવ્યો હતો. પરિવારના સભ્યો સાથે મારામારી કરી ઢોર માર માર્યો હતો.તેમજ વૃદ્ધને ઘરમાં માર મારી બહાર ઢસડી બાહર કાઢવામાં આવ્યા હતા આરોપીઓએ મનુભાઈના મોટા દીકરાની આજીવિકાનું સાધન એવી ચંપલની લારીને આગ લગાડી દીધી હતી આ ઘટના દરમિયાન વૃદ્ધ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ વખતે બને પક્ષ દ્વારા સામ સામી ફરિયાદ નોધાવી હતી આ મારામારી અને આગજની ની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના બાદ પોલીસે મૃતકનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આધારે હત્યાંની કલમ ઉમેરો કરવામાં આવ્યો હતો અને તેના આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે અલગ અલગ સ્થળેથી શનિ ઉર્ફે વેલા રમેશભાઇ લાલુકિયા,જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા,વિમલ નટુભાઈ કામળીયા ,સંદીપ રાજેશ બોડાને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW