HomeGujaratમોરબીમાં દીકરા વહુનું ત્રાસથી વૃદ્ધાએ ઘર છોડ્યું: 181 ની ટીમે કાઉન્સેલિંગ કરી...

મોરબીમાં દીકરા વહુનું ત્રાસથી વૃદ્ધાએ ઘર છોડ્યું: 181 ની ટીમે કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોપ્યા


મહિલા પર થતા અત્યાચાર કે અન્ય મુશ્કલીમાં મહિલા અભયમ ટીમ દ્વારા મદદ કરવા તેમજ કાનૂની સલાહ આપવામાં આવતી હોય છે તેમજ મહિલા કે સગીરાના પરિજનોનું કાઉન્સેલિંગ કરી ફરી પરિવારને સોપવામાં આવતી હોય છે

ત્યારે ગત તા 16ના રોજ મહિલા અભયમ હેલ્પલાઇનમાં વૃદ્ધાના દિકરી દ્વારા કોલ કરવામાં આવેલ કે એક માજીને તેના પુત્માર અને પુત્ર વધુ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયા છે અને રસ્તામાં બેઠા છે તેમને સમજાવવા છતાં કોઈનું માનતા નથી અને દોડાદોડી કરે છે તેમજ ખૂબ જ રડે છે અને ગભરાયેલી હાલતમાં છે જેથી તેમને મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.
આ હેલ્પ લાઈનમાં આવેલ ફરિયાદ ને પગલે 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે વૃધ્ધાની મદદ માટે પહોંચ્યા હતા વૃદ્ધાને સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ વૃદ્ધાને સાંત્વના આપવામાં આવી તેમજ 181 ટીમ દ્વારા વૃદ્ધા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ વૃદ્ધાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે વૃદ્ધા તેમના દિકરા અને વહુ અને બાળકો સહિતના પરિવાર સાથે રહે છે વધુમાં વૃદ્ધાએ જણાવેલ કે વૃદ્ધાને ચાર દિકરા અને એક દિકરી એમ પાંચ સંતાનો છે પરંતુ બે દિકરા મૃત્યુ પામ્યા અને બે દિકરા અને વહુ સાથે રહેતા હતા વૃદ્ધાએ જણાવેલ કે દિકરા અને વહુ સાચવતા ના હોવાથી કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં વૃદ્ધા પાસેથી બધા પૈસા તેમના દિકરા લઈ ગયા હતા અને વારંવાર પૈસા માંગતા હતા વૃદ્ધા પાસે પૈસા ન હતા તેથી ઘરમાં રાખતા ન હતા અને જમવાનું પણ આપતા ન હતા અને વૃદ્ધા સાથે મારઝુડ કરતા હતા અપશબ્દો બોલતા હતા માટે વૃદ્ધા કોઈને પણ જાણ કર્યા વિના કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં 181 ટીમ દ્વારા વૃદ્ધાને આશ્વાસન આપેલ તેમજ ઘરેથી ન નીકળવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી. ત્યારબાદ વૃદ્ધાની વાત સાંભળી તેમનું સરનામું પુછેલ સરનામું બરોબર લાગતા વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દિકરાનો સંપર્ક કરી વૃદ્ધાને સહી સલામત તેમના દિકરા ના ઘરે સોંપવામાં આવ્યાં હતાં અને તેમના દિકરાનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું હતું કે વૃદ્ધા ઘરેથી વારંવાર જાણ બહાર ઘરેથી નીકળી જાય છે.અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે જેટલી દવાઓ હોય એટલી બધી જ દવા વૃદ્ધા એક સાથે પી જાય છે તેથી વૃદ્ધાને કાંઈ યાદ રહેતું નથી.

181 ટીમ દ્વારા વૃદ્ધાના દિકરા અને વહુ ને જણાવેલ કે તેઓ વૃદ્ધા નું ધ્યાન રાખે અને સાર સંભાળ રાખે તો વૃદ્ધા તબિયત સારી થઈ જાય તેમજ વૃદ્ધા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે. બાદમાં 181 ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ વૃદ્ધા સાથે ગેરવર્તન ન કરવા અને તેમનું ધ્યાન રાખવા તેમના દિકરાને જણાવેલ જેને લઈ તેમના દિકરા અને વૃદ્ધાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW