1.ટંકારામાં દારૂ ની હેરાફેરી કરતી એક મહિલા ઝડ્પાઈ
ટંકારાના ઓંટાળા ગામ પાસેથી પોલીસે મનીષાબેન જખાણીયાને પ્લાસ્ટીક ની થેલીમાં ગેર કાયદે સર દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધી હતી. અને તેની પાસેથી રૂ ૬૦ ની કિમતનો ૩ લીટર દેશી દારૂ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો જેને કબજે કરવામાં આવ્યો હતોઅને તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
2.હળવદમાં જુના દેવળિયા ગામના રહેણાંક મકાનમાંથી દારૂ મળી આવ્યો
હળવદના જુના દેવળિયા ગામના મોતીનગર વિસ્તારમાં આવેલ ચંદુભાઈ કોળીના રહેણાંક મકાનમાં ગેર કાયદેસર દેશી દારૂ છુપાવી રાખ્યો હતો જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે દરોડો પાડીને તેના મકાનમાંથી દેશી દારૂ ની કોથળી નંગ – 28 પકડી પડી હતી. બનાવ વખતે હાજર મળી આવ્યો ન હતો જેથી તેના વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી.
૩ .મોરબીમાં મિનરલ કારખાનામાં મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના પાવડીયારી ગામની સીમમાં આવેલા અલ્ટ્રા મિનરલ કારખાના મજુરી કામ કરતી અને લેબર કવાટર રહેતી રમતીબેન ડાવરે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ તેના પતિ રાકેશભાઈને થતા તેઓ મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ પહોચી હતી અને આપઘાત મોત અંગે નોધ કરી
આગળની તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનો લગ્નગાળો અંદાજીત ચાર વર્ષનો હોય અને તેના સંતાનોમાં એક બાળક હોવાનું સામે આવ્યું છે હાલ અંગે મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
4.મોરબીમાં વધુ એક આપધાત નો કિસ્સો જોવા મળ્યો છે
મોરબીના વતની નીકુલ દીનેશભાઈ ઝાલારીયા એ છેલ્લા ઘણા સમયથી આર્થીક રીતે સંકળામણ માં આવી ગયેલ હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસથી ગુમ સુમ રહેતો હોય અને તે આર્થીક સંકળામણ બાબતે મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે લગધીપુર રોડ ઘૂટું ગામની સીમમાં આલ્ફા સીરામિકના કારખાનાની કેટીગમાં સિમેન્ટના પતરા શેડની લોખંડની એગલના હુક સાથે નાયલોન દોરીઓનો ગમચો બનાવી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું.
આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસે લીધી.
5.હળવદના માનગઢ રોડ ઉપર આરોપી કેફી પીણું પીધેલ હાલતમાં જોવા મળ્યો
હળવદમાં ટીકર ગામમાં માનગઢ રોડ ઉપર આરોપી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર જાહેરમાં કેફી દ્રવ્ય પીધેલ હાલતમાં જોવા મળ્યો .ફરજ પરના હળવદ પોલીસ સાથે કેફી પીણું પીધેલ હોવાથી લથડીયા ખાતો બકવાસ કરતો જોવા મળ્યો. અ બાબતે હળવદ પોલીસેગુનો નોંધી આરોપી મનસુખભાઈ નાનજીભાઈ સીધવ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરાઈ છે.
6.માળીયા નેશનલ હાઈવે પર એક આઈસર ચાલક રોંગ સાઈડમાં પુરઝડપે હંકારતા જોવા મળ્યો
મોરબીના માળીયા નેશનલ હાઈવે આરોપી મેહુલભાઈ હેમુભાઈ કાનાણી નામનો યુવક પોતાનું વાહન રોંગ સાઈડમાં પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખવાય તે રીતે ચલાવતો જોવાં મળ્યો. તેની આઈસર ના નંબર GJ-36-V-7205 છે મેહુલભાઈ નામનો યુવક તે પુરઝડપે વાહન રોંગ સાઈડ માં ચલાવતો હોવાથી મોરબી પોલીસે કાર્યવાહી હાથધરી છે. .

