HomeGujaratમોરબીમાં લાલપરમાં મોટા પાયે વિદેશી દારૂનું ગોડાઉન પકડવાના કેસમાં ફરાર ભરત મારવાડી...

મોરબીમાં લાલપરમાં મોટા પાયે વિદેશી દારૂનું ગોડાઉન પકડવાના કેસમાં ફરાર ભરત મારવાડી રાજસ્થાનથી ઝડપાયો

મોરબીના લાલપર ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી ₹1.51 કરોડની કિંમતનો મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્યાંથી કાર ટ્રક સહિતનો 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવમાં જે તે સમયે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે દારૂની સપ્લાય કરનાર મુખ્ય આરોપીઓ ફરાર હતા
જેને ઝડપી લેવા પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી હતી અને ક્રમશ ઃ ઘટના સાથે ઝડપાયેલા અલગ અલગ આરોપીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અગાઉ અમદાવાદમાં રહેતા અને મોરબીમાં ગોડાઉન ભાડે રાખનાર જીમિત શંકરભાઈ પટેલની ધરપકડ થયા બાદ હવે મોરબી પોલીસે રાજસ્થાનથી દારૂની સપ્લાય કરનાર ભરત મારવાડીને ઝડપી લીધો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW