HomeGujaratહળવદમાં કેનાલ રોડ પરથી ત્રણ અજાણ્યા શખ્સો છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર

હળવદમાં કેનાલ રોડ પરથી ત્રણ અજાણ્યા શખ્સો છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર

હળવદના નર્મદા કેનાલ રોડ પરથી યુવકના ગળે છરી રાખી ત્રણ શખ્સો 14,500 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા યુવકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજેસ્થાનનો વતની અને હાલ મોરબી ચોકડી પાસે રહેતા પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવતે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તારીખ 10 એપ્રિલના ફરિયાદીને આરોપીઓએ નર્મદા કેનાલ રોડ પર ગળાના ભાગે છરી મુકી બાઈકમાં બેસાડી એક રૂમ પર લઈ ગયા હતા. જ્યાં માર મારી કોઈ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરિયાદી પાસે રહેલા રોકડ રકમ 4500 અને ગુગલ-પે દ્વારા 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી કુલ રૂપિયા 14,500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW