મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાત અને ઘર છોડવાના બનાવ સતત વધી રહ્યા છે ખાસ કરીને નાના બાળકો અને યુવાનો માં આ પ્રમાણ વધ્યું છે મંગળવારે મોરબી જીલ્લામાં એક દિવસમાં આપઘાતના બે બનાવ અને ગુમ સુદાની બનાવ સામે આવ્યા છે એક બનાવમાં તો પિતાએ પુત્રીને મોબાઈલમાં વિડીયો જોવાની ના પાડતા આપઘાત કરી લીધો હતો આજના સમયમાં નાના બાળકોથી લઇ યુવાનોમાં મોબાઈલનું વળગણ વધી રહ્યું છે ત્યારે હળવદ પંથકમાં બનેલી આ ઘટના વાલીઓને ચિંતામાં વધારો કરે તેવો બનાવ છે તો બીજા બનાવમાં પરણીતાએ અગમ્ય કારણસર જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી છે
રાજપર ગામે પતિ લાપતા બનતા પત્નીએ ગુમસુધા નોંધાવી
રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા ગામના શ્રમિક યુવાન ચીમનભાઈ માધાભાઈ શિયાળ ઉંમર વર્ષ 45 ગત તારીખ 5 ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ન આવતા તેમના પત્ની સોનલબેન ચીમનભાઈ શિયાળએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ સુધા નોંધાવી હતી ગુમ થયેલ તેમના પુતી ચીમનભાઈ પાંચ ફૂટ જેટલા ઊંચા છે અને એક હાથમાં દેવાભાઈ તેમજ બીજા હાથમાં સોનલ નામ લખેલું હોવાનું અને શરીરે મધ્યમ બાંધાના છે જો કોઈને તેમના વિશે જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશન ની અંદર જાણ કરવા અનુરોધ કરાયો હતો
નવા દેવડીયા ગામે મોબાઇલમાં પિતાએ વીડિયો જોવાની ના પાડતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
હળવદના નવા દેવડીયા ગામે રહેતા શ્રમિક પરિવારની સગીરાને પિતાએ મોબાઈલમાં વિડિયો જોવાની ના પાડી હતી જે લાગી આવતા સગીરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના નવા દેવળીયા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના કમલેશભાઈ કંચનભાઈ નાયકે તેમની 16 વર્ષની પુત્રી કિંજલ ને મોબાઇલમાં વીડિયો જોવાની ના પાડી ઠપકો આપ્યો હતો જેનું સગીરાને લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો જો કે બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે
શહેરના નવલખી રોડ ઉપર પરણીતાએ કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
મોરબી સહિત રાજ્યની અંદર આપઘાતના બનાવનો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા સુનીતાબેન કલ્પેશભાઈ કુંઢીયા ઉંમર વર્ષ 22 નામના પરણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસરગડે ફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી હતી જોકે સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે જો મૃતક ની વાત કરીએ તો મૃતકને એક સંતાન હોવાનું અને બે વર્ષ પહેલાં લગ્ન થયાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

